કાલોલ: ખડકી હનુમાનજી મંદિરે દશેરાનાં દિવસે સમૂહ શસ્ત્રપૂજનનાં આયોજનને લઈ ક્ષત્રીય કેળવણી મંડળની બેઠક યોજાઈ
કાલોલ-ગોધરા હાઈવે રોડ ઉપર આવેલ ખડકી હનુમાનજી મંદિર ખાતે કાલોલ તાલુકા ક્ષત્રિય કેળવણી મંડળની આગામી દશેરાની પરંપરાગત ઉજવણીનાં આયોજનનાં ભાગરૂપે કેળવણી મંડળના પ્રમુખ અને ૧૮ પંચમહાલ લોક સભાના સાંસદ રાજપાલસિંહ જાદવની ઉપસ્થિતિમાં બેઠક યોજાઇ હતી.