વડોદરા: નવા વર્ષના પ્રારંભે સંસ્કારી નગરીમાં હત્યાના બનાવથી હડકંપ,નારાયણધામ સોસાયટી ખાતે યુવકની કરાઈ હત્યા
વડોદરા : શહેરના આજવા રોડ પર આવેલ નારાયણધામ સોસાયટી ખાતે અક્ષય સોલંકી નામના યુવકની હત્યા કરવામાં આવી હતી.ફતેપુરાના મંગલેશ્વર ઝાંપા ખાતે રહેતો અક્ષય સોલંકી મિત્રો સાથે નારાયણ ધામ સોસાયટી ખાતે ગયો હતો.જ્યાં આ ઘટના બની હતી.જૂની અદાવત હોવાના કારણે હત્યા થઈ હોય તેવી આશંકા આજરોજ પરિવારજનોએ વ્યક્ત કરી હતી.હત્યા કયા કારણોસર થઈ તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.જ્યારે,હત્યા કરનાર આરોપીને કડકમાં કડક સજા થાય તેવી પરિવારજનોએ માંગ કરી હતી.