જામનગર શહેરના વોર્ડ નંબર એક ધરારનગર એક વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગંદકીના ગંજ ખડકાયા છે, જેના પગલે સ્થાનિકોને દુર્ગંધથી ભારે પરેશાની થઈ રહી છે, આ અંગે સ્થાનિક નગરસેવકો અને તંત્રને પણ રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ નિરાકરણ આવતું નથી, તેમ સ્થાનિકો જણાવી રહ્યા છે, આ સમસ્યાનો કાયમી હલ કરવા માંગ કરવામાં આવી રહી છે.