અડાજણ: સુરત: પાંડેસરામાં નકલી ચલણી નોટ બનાવવાનું રેકેટ ઝડપાયું, 3 આરોપીની ધરપકડ
Adajan, Surat | Oct 11, 2025 સુરતના પાંડેસરા વિસ્તારમાં નકલી નોટ બનાવવાનું વધુ એક રેકેટ ઝડપાયું છે.પાંડેસરા પોલીસે બાતમીના આધારે ગુ.હા.બોર્ડ વિસ્તારની હરીઓમનગર સોસાયટીના એક મકાનમાં દરોડો પાડી નકલી ચલણી નોટ છાપવાના રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે સ્થળ પરથી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે અને ચલણી નોટો, પ્રિન્ટર, કાગળો સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.