સુરતના સર્થાનામાંથી ઝડપાયેલા હાઇપ્રોફાઇલ સેક્સ રેકેટમાં ભાષાની અડચણ દૂર કરવા સુરત પોલીસે પહેલીવાર હાઈ-ટેક ઉપાય અપનાવ્યો હતો. થાઈ યુવતીઓના નિવેદનો લેવા ગુગલ ટ્રાન્સલેટનો ઉપયોગ કર્યો હતો.હોટેલ હોમ ટાઉનમાં પોલીસે દરોડો પાડી સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો હતો.રેડમાં થાઇલેન્ડની 2 અને યુગાન્ડાની 1 યુવતી ઝડપાઈ હતી.ત્રણેય વિદેશી યુવતીઓ નારીગૃહમાં મોકલાઈ હતી.ભાષા ન આવડતા પોલીસને નિવેદન લેવામાં મુશ્કેલી પડી હતી.જ્યાં ટેકનોલોજી સહારો બની હતી.