દાંતીવાડા: પાંથાવાડા ધનિયાવાડા માર્ગ બિસ્માર બનતા સમારકામની માંગ, તંત્રએ ટૂંક સમયમાં સમારકામ કરવાની આપી ખાતરી.
દાંતીવાડા તાલુકાના પાંથાવાડાથી ધનિયાવાડાનો માર્ગ છેલ્લા બે વર્ષથી બિસ્માર હાલતમાં હોવાથી વેપારીઓ અને વાહનચાલકો હાલાકી ભોગવવા માટે મજબૂર બન્યા હોવાની જાણકારી આજે મંગળવારે સાંજે સવા છ કલાકે મળી હતી જોકે આ અંગે આરએન્ડબીના અધિકારીએ ટૂંક સમયમાં આ માર્ગનું સમારકામ કરવાની ખાતરી આપી છે.