ઉધના: સુરત: પાંડેસરામાં ગોઝારો હિટ એન્ડ રન, રાહદારીનું ઘટનાસ્થળે જ મોત
Udhna, Surat | Nov 3, 2025 સુરત: શહેરના પાંડેસરા વિસ્તારમાં બાટલીબોય ખાતે એક ગોઝારી હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે, જેમાં નોકરી પરથી ઘરે જઈ રહેલા એક યુવકનું અજાણ્યા વાહન ચાલકની અડફેટે આવતા ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું છે. આ અકસ્માત બાદ વાહન ચાલક પોતાનું વાહન લઈને ફરાર થઈ ગયો હતો, જેને પગલે પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.મૃતક યુવકનું નામ આસ યાદવ હતું. આસ યાદવ પાંડેસરા વિસ્તારમાં નોકરી કરતા હતા.