ઉમરગામ: દિવાળીની રજાઓમાં નારગોલ બીચ પર પ્રવાસીઓની ભારે ભીડ, “એગ્રો ટુરિઝમ વિલેજ” બનવાની દિશામાં ગામ આગળ
દક્ષિણ ગુજરાતના ઉમરગામ તાલુકાનું નારગોલ ગામ પોતાના સ્વચ્છ અને સુંદર દરિયા કિનારા માટે જાણીતા પ્રવાસન સ્થળોમાંનું એક છે. દરિયા કિનારે આવેલું ઘન પાઇનનું વન, સૂર્યાસ્ત પોઇન્ટ અને હરિયાળા ખેતરો નારગોલ બીચને અનોખું આકર્ષણ આપે છે. વર્ષભરમાં લાખો પ્રવાસીઓ અહીં આવતા હોય છે, જ્યારે પ્રિ-વેડિંગ શૂટ માટે નારગોલ ખાસ પસંદગીનું સ્થાન બની ગયું છે.