કેશોદ શહેરના માંગરોળ રોડ ઉપર શ્રી રાધે ધૂન મંડળ દ્વારા સમાજહિતના ઉત્તમ ઉદ્દેશ સાથે વૃદ્ધાશ્રમના લાભાર્થે ભવ્ય અને ભક્તિમય શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ ધાર્મિક આયોજનમાં પ્રસિદ્ધ કથાવાચક પ્રદીપ પંડ્યા દ્વારા શ્રીમદ ભાગવત મહાપુરાણની કથાનું રસાળ, ભાવસભર અને સરળ ભાષામાં રસપાન કરાવવામાં આવી રહ્યું છે.સપ્તાહ દરમિયાન ભગવાન શ્રીકૃષ્ણની લીલાઓ, ધર્મ, કર્મ, ભક્તિ અને માનવજીવનના મૂલ્યો અંગે વિસ્તૃત રીતે કથા વર્ણન કરવામાં આવેલ.