ઓલપાડ: ટકરામાં ગામ પાસે DYSP ની કાર રોડની નીચે ઉતરી ગઈ.
Olpad, Surat | Nov 2, 2025 સુરત જિલ્લા DYSP ની કારને નડ્યો અકસ્માત ,ઓલપાડના ટકારમાં ગામ નજીક DYSP આર.આર સરવૈયા સ્ટાફ સાથે સરકારી બોલેરો લઈને જઈ રહ્યા હતા,તે દરમિયાન વળાંક માં અચાનક આવેલ ભૂંડને બચાવવા બોલેરો સીધી રોડની નીચે ઉતરી ગઈ,DYSP સહિત કારમાં ત્રણ નો જીવ તાળવે ચોટી ગયો,ઘટનાને પગલે કીમ અને ઓલપાડ પોલીસ સ્થળ પર દોડી ગઈ,કારમાં સવાર તમામ લોકોનો આબાદ બચાવ થયો,તમામ નો આબાદ બચાવ થતા પોલીસ બેડાએ રાહતનો શ્વાસ લીધો.