દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ટૂંકી અનોપ ગામના ખેડૂત નવલસિંહ પસાયા ને પ્રાકૃતિક ખેતીમાં મળી સફળતા , પ્રાકૃતિક ખેતીથી ઓછા ખર્ચે મબલક ખેતી.આજના સમયમાં જ્યારે રાસાયણિક રીતે જમીનની ફળદ્રુપતા ઘટાડી છે જેના કારણે પાણીના સ્તરો નીચે ઉતરી ગયા છે ત્યારે પ્રાકૃતિક ખેતી એકમાત્ર વિકલ્પ તરીકે ઉભરી રહી છે. પ્રાકૃતિક ખેતી એટલે કે રાસાયણિક ખાતર જંતુનાશક દવાઓનો તદ્દન ત્યાગ કરીને પ્રકૃતિના નિયમોને અનુસરીને ખેતી કરવામાં આવતી હોય છે. આ ખેતીમાં ગાયના છાણ ગૌમૂત્ર જ...