વડાલી: માર્કેટ યાર્ડમાં સાત દિવસમાં 500 મણ કપાસની આવક નોંધાઈ.
વડાલી માર્કેટ યાર્ડમાં દશેરાના દિવસથી હરાજી થી કપાસ ખરીદીનો પ્રારંભ થયો હતો. દશેરાથી લઈ આજે તારીખ 8 /10/ 2025 સુધીમાં સરેરાશ 500 મણ કપાસની આવક નોંધાય છે. આમ વડાલી માર્કેટ યાર્ડમાં સાત દિવસમાં 500 મણ કપાસ આવકની સાથે સાથે સરેરાશ 1,400 થી 1,500 નો પ્રતિ 20 kg કપાસનો ભાવ નોંધાયો. આ માહિતી વડાલી માર્કેટયાર્ડના ચેરમેન વિજયભાઈ પટેલે આજે એક વાગે જણાવ્યું હતું.