આજરોજ તા. 05/01/2025 ના રાત્રિના 12.15 કલાકે બાવળા તાલુકાના રૂપાલ જીવાપુરા ખાતે એક દુકાનમાં અમદાવાદ ગ્રામ્ય LCB પોલીસે રેડ પાડી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ નંગ - 1536 કિંમત રૂપિયા 3,86,400 નો જથ્થો ઝડપી પાડ્યો હતો. રેડ દરમિયાન બે આરોપીઓ હાજર મળી આવ્યા ન હતા. તેમની વિરૂધ્ધ બાવળા પોલીસ સ્ટેશનમાં પ્રોહોબીશનનો ગુનો નોંધાયો છે.