આજે તારીખ 11/01/2026 રવિવારના રોજ આરોગ્ય વિભાગ દ્વારા સાંજે 5 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર ઝાલોદ તાલુકામાં આજે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK) અંતર્ગત ડોક્ટરોની ટીમ દ્વારા HBNC ફીલ્ડ તથા ડિલિવરી પોઇન્ટની મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાતનો મુખ્ય હેતુ માતા અને નવજાત શિશુને આપવામાં આવતી આરોગ્ય સેવાઓની ગુણવત્તા ચકાસવાનો અને સેવાઓને વધુ મજબૂત બનાવવાનો હતો.