કાલોલમાં ભારતના સ્વાતંત્ર્ય સેનાની, લોખંડી પુરુષ, રાષ્ટ્ર નિર્માણના બિસ્માર્ક અને રાષ્ટ્રીય એકતા તેમજ અખંડિતતાના પ્રણેતા એવા સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે તંત્ર દ્વારા બુધવારે "સરદાર@૧૫૦ યુનિટી માર્ચ'નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેલોલ હાઈસ્કૂલથી રાબોડ સુધીની સાત કીમીની પદયાત્રામાં પંચમહાલ સાંસદ રાજપાલસિંહ જાદવ અને ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણના નેતૃત્વમાં હજારો લોકો જોડાયા હતા.