સાંજે પરત આવીને જોતા દરવાજાનું તાળું તૂટેલી હાલતમાં જોવા મળ્યું હતું. અંદર દાગીનાની તપાસ કરતા સોનાની કંઠી કિ.3 લાખ 60 હજાર,સોનાની 2 જોડ બુટ્ટી કિં.1,36,591/- ચાંદીની 3 જોડ સેરો કિં.66900/- ચાંદીની ઝાંઝર કિ.55750/- અને રોકડ 18500/- ચોરાયાનું માલુમ પડતા ઉહાપોહ મચી ગયો હતો. સમગ્ર મામલે ઘરેણાના બીલો ભેગા કરી સતલાસણા પોલીસમાં અજાણ્યા ઈસમો સામે ધોળા દિવસે ઘરમાં પ્રવેશ કરી કુલ 6,37,772/-ની ચોરીની ફરિયાદ નોંધાવી છે.