જૂનાગઢ: ગિરનાર પર ગુરુ ગોરક્ષનાથ શિખરમાં તોડફોડના ઘેરા પ્રત્યાઘાત વચ્ચે ઉચ્ચ અધિકારીઓ-સંતોની હાજરીમાં મૂર્તિનું પુનઃસ્થાપન કરાયુ
સમગ્ર ગુજરાત અને દેશભરના ભાવિકોની આસ્થાનું કેન્દ્ર એવા ગિરનાર પર્વત પર ગઈકાલે રાત્રે ગુરુ ગૌરક્ષનાથ મંદિર માં તોડફોડ કરાતા સાધુ-સંતો અને ભાવિકોમાં રોષની લાગણી ફેલાઈ છે આજે ધાર્મિક ભાવનાઓની પુનઃ સ્થાપના કરવામાં આવી છે. 5500 પગથિયે આવેલા ગુરુ ગૌરક્ષનાથ મંદિરમાં અસામાજિક તત્વોએ મૂર્તિ તોડ્યા બાદ કલેકટર, એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ અને સાધુ સંતોની હાજરીમાં નવી મૂર્તિની શાસ્ત્રોકત વિધિથી પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે.