આજે તારીખ 08/12/2025 સોમવારના રોજ બપોરે 3 કલાક આસપાસ 134 દેવગઢ બારીઆ વિધાનસભા મતવિભાગના ભાગ નંબર–128 સિંગોર ગામમાં B.L.O દ્વારા ગ્રામજનો તેમજ BLA સાથે બેઠક યોજાઈ.બેઠક દરમિયાન ગામમાં ગેરહાજર,સ્થળાંતરીત અને અવસાન પામેલા મતદારોની યાદી રજૂ કરી, મતદારયાદીને શુદ્ધ અને સચોટ બનાવવા સહયોગ આપવા માટે ગ્રામજનોને અપીલ કરાઈ.આ પ્રસંગે SIRની કામગીરીને વધુ અસરકારક બનાવવા ગ્રામજનોને જરૂરી માહિતી સમયસર આપવા અને સક્રિય ભાગભાગીદારી માટે અપીલ કરાઈ.