ગ્રુપ-બીની હાલની સ્થિતિ પર નજર કરીએ તો ઉત્તર પ્રદેશ (યુપી) ટીમે અત્યાર સુધી રમાયેલી તમામ પાંચ મેચોમાં જીત મેળવી અપરાજિત રહી છે. બરોડાની ટીમે પાંચ મેચોમાંથી ત્રણમાં જીત મેળવી છે જ્યારે બે મેચોમાં હારનો સામનો કર્યો છે. બીજી તરફ ચંદીગઢની ટીમે તમામ પાંચ મેચો હારી શરમજનક પ્રદર્શન કર્યું છે.