શહેરમા ક્રિકેટ ટુર્નામેન્ટના માધ્યમથી યુવાનોને એક કરવાનો અનોખો પ્રયાસ હાથ ધરાયો, આયોજક મનોજભાઈ ઉપાધ્યાયે પ્રતિક્રિયા આપી
Palanpur City, Banas Kantha | Jun 18, 2025
પાલનપુર ખાતે યુવાનો દ્વારા એક અનોખા પ્રયાસના ભાગરૂપે ક્રિકેટ ટુર્નામેન્ટનુ આયોજન કરવામા આવ્યુ હતુ. આ ટુર્નામેન્ટનો મુખ્ય હેતુ ક્રિકેટના માધ્યમથી યુવાનો એકબીજાની નજીક આવે અને રાષ્ટ્રહિતમા પોતાનુ યોગદાન આપે, ટુર્નામેન્ટની શરૂઆત સતત સમાજની ચિંતા કરતા પત્રકાર અને કાયદો અને વ્યવસ્થા સાચવવાનુ કાર્ય કરતા પોલીસ અધિકારીઓ વચ્ચે મેચ રમાડીને કરવામા આવી હતી. તથા આ ટુર્નામેન્ટમા સમગ્ર ભારતમાંથી ખેલાડીઓ ઉમટી પડ્યા હતા. આ અંગે આયોજક મનોજભાઈએ પ્રતિક્રિયા આપી હતી.