હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામમાં ગતરાત્રે ખેડૂતો દ્વારા રસ્તો ચક્કાજામ કરવાના બનાવથી વિસ્તારમાં તણાવપૂર્ણ માહોલ સર્જાયો હતો. અદાણી કંપનીના વિજપોલના કામમાં જમીન વળતર બાબતે ખેડૂતોમાં લાંબા સમયથી અસંતોષ હતો. જેમાં વળતર મુદ્દે ચાલતા આ વિવાદ દરમિયાન હળવદ પોલીસે ત્રણ ખેડૂતોને ડિટેઈન કરતાં મામલો વધુ બિચક્યો હતો અને ગામના લોકો અને ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો હતો.