ડેડીયાપાડા: મગરદેવ ગામે ઘરઆંગણે બાંધેલાં ચાર બકરા દીપડાએ ફાડીખાતા ફફડાટ
મગરદેવ ગામે પશુપાલકના આંગણામાં બાંધેલાં ચાર બકરાને દીપડાએ ફાડી ખાધાં છે. ગરીબ - પશુપાલકનાં ચાર બકરાં ફાડી ખાતા તેમને નુકસાન થયું છે. ડેડિયાપાડા તાલુકાના મગરદેવ ગામે રહેતા પશુપાલક બ્રહ્માભાઈ લીમજીભાઈ વસાવા સામાન્ય જિંદગી વિતાવે છે. તેમણે આંગણામાં ચાર બકરાં બાંધ્યાં હતાં. રાત્રિએ ત્રણ વાગ્યાની આસપાસ દીપડો આવીને ચારે બકરાને ખાડી ખાધાં હતાં. વહેલી સવારે ઊઠીને જોતાં બકરાં બાંધેલી જગ્યાએ લોહીલુહાણ હાલતમાં પડેલાં હતાં.