નવસારી: ઉનાઈ ધામમાં શરદપૂર્ણિમા નિમિત્તે નવસારી ભાજપના ઉપપ્રમુખ દ્વારા માતાજીની પૂજા અને હવન યજ્ઞ
શરદપૂર્ણિમાના પાવન અવસરે નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ઉનાઈ ધામ ખાતે નવસારી ભાજપના ઉપપ્રમુખે મિત્રબંદુઓની સાથે માતાજીની પૂજા-અર્ચના કરી અને હવનમાં આહુતિ અર્પણ કરી. તેમણે લોકકલ્યાણ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. આ પવિત્ર પ્રસંગે ધાર્મિક ભાવના અને ભક્તિનો માહોલ છવાઈ ગયો હતો, જ્યારે ઉપસ્થિત ભક્તોએ માતાજી સમક્ષ દીપ પ્રગટાવી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.