કેશોદ શહેરની ન્યુ એરા પ્રોફેસર એકેડેમી ખાતે વિદ્યાર્થીઓમાં છુપાયેલી પ્રતિભાને ઉજાગર કરવા અને બાળમાનસના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવા માટે ભવ્ય બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.“બાળક એ ફૂલ છે અને શિક્ષક તેનો માળી છે” એવા સુવિચારને સાર્થક કરતા આ બાળમેળામાં બાળકોના વ્યક્તિત્વ વિકાસ સાથે જ્ઞાન, સંસ્કાર અને સર્જનાત્મકતાના રંગો છલકાયા હતા.