કામરેજ: ચેક બાઉન્સ કેસમાં આરોપીને એક વર્ષની જેલ અને દંડ કામરેજની કઠોર કોર્ટ આપ્યો.
Kamrej, Surat | Sep 18, 2025 કઠોરની એડી. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે આજે ચેક બાઉન્સના એક કેસમાં આરોપી રમેશભાઈ મુળજીભાઈ પટેલને એક વર્ષની સાદી કેદની સજા ફટકારી છે. આ ઉપરાંત, આરોપીને ફરિયાદીને ₹૯,૫૦,૬૮૭નું વળતર ચૂકવવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે. કોર્ટમાં રજૂ થયેલા કેસ મુજબ, ફરિયાદી કામરેજ વિભાગ નાગરિક બચત અને ધિરાણ કરનારી સહકારી મંડળી લિ.ના મેનેજર અલ્પેશ જયંતિભાઈ શાહે, આરોપી રમેશભાઈ મુળજીભાઈ પટેલ વિરુદ્ધ નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ ૧૩૮ હેઠળ ફરિયાદ દાખલ કરી હતી.