અમદાવાદના સુભાષ બ્રિજ પર તિરાડ અને સ્પાન બેસી જવાની ઘટનાને હજી એક મહિનો થયો નથી ત્યારે વધુ એક બ્રિજનો સ્પાનને જોડતો ભાગ ખુલી ગયો હોવાનું સામે આવ્યું છે.. ઇન્કમટેક્સ ઓવરબ્રિજ પર જોઈન્ટ એક્સપાન્શનના બોલ્ટનો ભાગ ખુલી ગયો હોવાનું સામે આવ્યું..જેથી મઁગળવારે 1 કલાકે કામગીરી હાથ ધરાઈ.બ્રિજના ઇન્સ્પેક્શનની કામગીરી સામે મોટા સવાલ ઊભા થઈ રહ્યા છે.