ધોળકા: સાત નદીના સંગમ સ્થાન વૌઠા ખાતે ભાતીગળ લોક મેળાનો ઉદઘાટન સમારોહ યોજાયો
સાત નદીના સંગમ સ્થાન એવા અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના વૌઠા ગામ ખાતે આજરોજ તા. 01/11/2025,શનિવારે સવારે 11 વાગે ભાતીગળ લોક મેળાનો ઉદઘાટન સમારોહ યોજાયો હતો. સંતોના હસ્તે વૌઠાના મેલાને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ પ્રસંગે મહેન્દ્રસિંહ મંડોરા સહિતના વૌઠા ગામના આગેવાનો, સરપંચ રાજેન્દ્રભાઈ વસાવા, સરકારી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વૌઠાનો મેળો તા. 01/11/2025 થી તા. 06/11/2025 સુધી ચાલશે.