અડાદરા નજીક ગેંગડીયા તળાવ પાસે આજે એક ફોર વ્હીલરનું ટાયર અચાનક ફાટતાં અકસ્માત સર્જાયો હતો. ટાયર ફાટતા ચાલકે સ્ટેરિંગ ઉપરનો કાબુ ગુમાવ્યો હતો અને કાર રોંગ સાઈડમાં ઘૂસી ગઈ હતી. જેના કારણે મોટરસાયકલ સાથે રોડની બાજુએ ઉભેલા રવિભાઈ રાઠોડ, કૌશિકભાઈ રાઠોડ અને હિમાંશુ પરમારને ટક્કર મારી હતી અનેતેઓરોડઉપરપડીગયાહતા.આ અકસ્માતમાં રવિભાઈ રાઠોડને જમણા પગ અને મોઢાના ભાગે, કૌશિકભાઈ રાઠોડને જમણા પગ તથા કમરના ભાગે અને હિમાંશુ પરમારને જમણા પગે સામાન્ય ઈજાઓ પહોંચી હતી