સ્પેશ્યલ પોકસો કોર્ટમાં બાળસુરક્ષા ક્ષેત્રે એક ઐતિહાસિક સફળતા નોંધાઈ છે. મૂળ ફરિયાદી તરફે વકીલ શ્રીમતી જોલી એસ. પારેખ અને સરકાર તરફે પીપી શ્રી નિલેશભાઈ એચ. પટેલ દ્વારા મજબૂત દલીલો અને પુરાવાઓ રજૂ કરવામાં આવતા આરોપી ધવલકુમાર મિસ્ત્રી વિરુદ્ધ ૨૦ વર્ષની કઠોર કેદની સજા ફટકારવામાં આવી છે. અદાલતે સ્પષ્ટ નિષ્કર્ષ આપ્યો કે વર્ષ ૨૦૧૬ના બનાવ સમયે ભોગ બનનારની ઉંમર ચોક્કસપણે ૧૫ વર્ષ, ૧૧ માસ અને ૨૮ દિવસ હતી.