આજરોજ સવારથી દિવાળી પર્વની ઉજવણી થઈ રહી છે.દીપાવલી એ હિન્દુ ધર્મનો મહત્વપૂર્ણ તહેવાર છે અને આ દિવસે સમગ્ર ભારતમાં જાહેર રજા હોય છે.ભગવાન શ્રી રામ દેવી સીતા અને ભાઈ લક્ષ્મણ સાથે ૧૪ વર્ષનો વનવાશ પૂર્ણ કરીને અયોધ્યા ઘરે આવ્યા હતા ત્યારે તમામ દેશ વાસીઓએ દીપ પ્રગટાવી દિવાળી પર્વની ઉજવણી કરી હતી.ત્યારે કાલોલ તાલુકામાં પણ એક બીજાને મીઠાઈ ખવડાવી,નવા કપડાં પહેરી , ફટાકડાં ફોડી ધૂમ ધામથી દિવાળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી.