માળીયા: માળીયા મિયાણાના ભાવપર નજીક બાઈક સ્લીપ થતા યુવકનું મોત..
Maliya, Morbi | Nov 2, 2025 માળીયા મિયાણા તાલુકાના ભાવપર અને મોટાભેલા ગામ વચ્ચે આવેલ ગાય માતાના મંદિર નજીક ગત તા.5 ઓક્ટોબરના રોજ પોતાનું પલ્સર બાઈક લઈને જઈ રહેલા કિશોરભાઈ કારભાઈ મૂછડીયા ઉ.35 રહે. સરવડ ગામ નામના યુવકનું બાઈક સ્લીપ થઈ જતા કિશોરભાઈને ગંભીર ઇજાઓ પહોચી હતી.અકસ્માતની આ ઘટનામાં ઇજાગ્રસ્ત કિશોરભાઈને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા બાદ સારવાર દરમિયાન તા.8ના રોજ મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે માળીયા મિયાણા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.