સાંતલપુર: વારાહી પોલીસે કોરડા ગામમાં બે મહિના પહેલા થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો, બાતમીના આધારે માનપુરા ફાટક પાસે થી બે ઝડપાયા
વારાહી પોલીસે કોરડા ગામમાં બે મહિના પહેલા થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો છે. પોલીસને મળેલી બાતમીના આધારે એક શખ્સ ચોરીના મુદ્દામાલનું વેચાણ કરવા વારાહી આવવાનો છે તેવી માહિતી મળી હતી.પોલીસે માનપુરા ફાટક પાસે વોચ ગોઠવી આરોપીને પકડ્યો હતો. તેની અંગઝડતીમાંથી સોનાનું મંગળસૂત્ર, સોનાની વીંટી અને રૂ. 15,000 રોકડા મળી આવ્યા હતા. આરોપીની પૂછપરછમાં બીજા એક શખ્સને મુદ્દામાલ વેચ્યો હોવાની કબૂલાત કરી હતી.પોલીસે બંને આરોપીઓને પકડી પાડ્યા હતા