કાલોલ પંથકમાં મધવાસથી કાલોલ શહેર અને શામળદેવી સુધી રેતીથી પથરાયેલો જોવા મળે છે. ખાસ કરીને મોટરસાયકલ ચાલકોને તેમનું વાહન સ્લીપ ખાઈ જતાં અકસ્માતનો ભોગ બની જવાનો ભય વ્યાપેલો જોવા મળે છે. જેને પગલે કાલોલ સરેઆમ રેતી ખનન કરતા અને ખુલ્લેઆમ રેતી વહન કરી જતા તત્વો વિરુદ્ધ કાયદેસરની તપાસ અને કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.