માંગરોળ: આંબાવાડી ગામે તોફાન મચાવનાર વાંદરાને વન વિભાગની ટીમે ડાર્ટ ગન વડે બેહોશ કરી પાંજરે પૂર્યો
Mangrol, Surat | Dec 29, 2025 માંગરોળ તાલુકાના આંબાવાડી ગામે છેલ્લા કેટલાક દિવસોથી તોફાન મચાવનાર વાંદરાને વન વિભાગની ટીમે ડાર્ટ ગન વડે બેહોશ કરી પાંજરે પૂર્યો હતો આ વાંદરો બાળકો મહિલાઓ ઉપર હુમલા કરી રહ્યો હતો તેમ જ બારીના કાચ ઘરના નળિયા પતરા અને નુકસાન કરવાની ફરિયાદો ઉઠી હતી