હરિદર્શન બંગ્લોઝમાં રહેતા પ્રેમજીભાઈ (મુખી) પ્રજાપતિનો પરિવાર ડીસા ખાતે એક લગ્ન પ્રસંગમાં ગયો હતો. મકાન બંધ હોવાનો લાભ ઉઠાવી તસ્કરોએ મધ્યરાત્રિએ હાથફેરો કર્યો હતો. જ્યારે પરિવાર પરત ફર્યો ત્યારે ઘરની હાલત જોઈને સ્તબ્ધ થઈ ગયો હતો. તસ્કરોએ અત્યંત બેખૌફ બનીને ચોરીને અંજામ આપ્યો છે.તસ્કરોએ પહેલા ઘરની બહારની લોખંડની મજબૂત જાળી અને મુખ્ય દરવાજાના તાળા તોડી અંદર પ્રવેશ કર્યો હતો.ઘરમાં રાખેલી તિજોરીનો લોક પણ તોડી નાખ્યો હતો.