વાંસદા: વાંસદામાં ફેક ફેસબુક આઈડી દ્વારા છેતરપિંડી, યુવક સાથે ₹47,850ની ઠગાઈ, બે આરોપીઓ સામે ગુનો દાખલ
વાંસદા પોલીસ સ્ટેશન હેઠળ લાખાવાડી ઉતારા ફળીયામાં રહેતા એક યુવક સાથે ફેક ફેસબુક આઈડી મારફતે છેતરપિંડીનો બનાવ સામે આવ્યો છે. Gmt Kinju નામની ખોટી ફેસબુક આઈડી બનાવી અને રાજુબેન નાયક દ્વારા સ્કેનરનો ઉપયોગ કરીને ગુનાહિત કાવતરુ રચવામાં આવ્યું હતું. આરોપીઓએ લાગણીઓનો ગેરફાયદો ઉઠાવી અલગ અલગ બહાનાઓ હેઠળ ગુગલ પે મારફતે રૂપિયા મેળવ્યા હતા. કુલ ₹47,850ની રકમ ઠગાઇથી પડાવી લેવામાં આવી હોવાનું બહાર આવ્યું છે.