અમદાવાદમાં રોગચાળો વધી રહ્યો છે. શિયાળાની શરૂઆત થતાં જ શહેરમાં રોગચાળો વધી રહ્યો છે.. સોલા સિવિલ હોસ્પિટલમાં શુક્રવારે 11.40 કલાકના જે દ્રશ્યો સામે આવ્યા છે જેમાં દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. શરદી ખાંસી અને ઉધરસના કેસો પણ વધી રહ્યા છે.. વધતા પ્રદુષણને લઇ અસ્થમા અને ફેફસાના દર્દીઓમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.