ડીસાના ભોયણ ખાતે આયોજન પંચના અધ્યક્ષ યમલભાઈ વ્યાસના અધ્યક્ષસ્થાને યોજાયો વિકાસ સપ્તાહ કાર્યક્રમ....
Deesa City, Banas Kantha | Oct 15, 2025
ગુજરાત સરકાર દ્વારા ઉજવાઈ રહેલા “વિકાસ સપ્તાહ ૨૦૨૫” અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં વિવિધ વિભાગોના વિકાસ કાર્યોનું ઈ-ખાતમુર્હુત અને ઈ-લોકાર્પણનો કાર્યક્રમ આયોજન પંચના અધ્યક્ષશ્રી યમલભાઈ વ્યાસના અધ્યક્ષસ્થાને 15/10/25 ના 11 કલાકે ડીસા આઈ.ટી.આઈ. ભોયણ ખાતે યોજાયો હતો. આયોજન પંચના અધ્યક્ષ યમલભાઈ વ્યાસના હસ્તે ડીસા ભોયણ આઈ.ટી.આઈ.ના નવા બિલ્ડીંગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ભવન ૫ એકર જગ્યામાં કુલ રૂ. ૩૧૪ લાખના ખર્ચે તૈયાર થયું છે