નવાપરા વિસ્તારમાં તંત્રનો દબાણ વિરોધી અભિયાન લારી ગલ્લા દૂર કરવામાં આવ્યા
Bhavnagar City, Bhavnagar | Mar 27, 2026
આજે તારીખ 27 માર્ચના રોજ બપોર ના 2.30 કલાકના અરસામાં ભાવનગરના નવાપરા વિસ્તારમાં તંત્ર દ્વારા દબાણ વિરોધી કાર્યવાહી હાથ ધરી લારી-ગલ્લા, કેબીન સહિતના અસ્થાયી દબાણો દૂર કરવામાં આવ્યા હતા. માર્ગ વ્યવસ્થા સુધારવા અને ટ્રાફિક અવરોધ ઘટાડવા માટે આ કામગીરી કરવામાં આવી હતી, જેમાં અનેક દબાણો હટાવી વિસ્તારને ખુલ્લો બનાવાયો હતો.