જૂનાગઢ: માંગનાથ મંદિરમાં આવેલ હીરા ગીરી માતાજી નું શક્તિ સ્થળ નવરાત્રી નિમિત્તે ખુલ્યું, શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા
નવલા નોરતાનો આજે પ્રારંભ થયો છે ત્યારે માની આરાધના માટે લોકો શ્રદ્ધાભેર દર્શન કરવા જુદા જુદા માતાજીના મંદિરોએ ઉમટી પડતા હોય છે..પરંતુ જૂનાગઢમાં એક અનોખું શક્તિ સ્થળ છે કે જે નવરાત્રી નિમિત્તે જ ખુલ્લું મૂકવામાં આવે છે. જૂનાગઢના માંગનાથ બજારમાં આવેલ માંગનાથ મહાદેવ મંદિરના પરિસરમાં આવેલું હીરાગીરી માતાજીનું ઐતિહાસિક શક્તિ સ્થળ જે ફક્ત નવરાત્રીના દિવસો પૂરતું જ ખુલ્લું મૂકવામાં આવે છે..