વડોદરા: કોન્ટ્રાકટરને રિવોલ્વર બતાવી ગોંધી રાખી લૂંટનાર ઈજારદાર ઝડપાયો,ક્રાઈમ બ્રાન્ચે બે દિવસના રિમાન્ડ મેળવ્યા
વડોદરા : કલાલી વિસ્તારમાં રહેતા વીજ વિભાગના ઈજારદારે રાજકોટના લેબર કોન્ટ્રાકટરને બંધુકની અણીએ ગોંધી રાખી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ ક્રાઈમ બ્રાન્ચ માં નોંધાઈ છે. પોલીસે ઇજારદારને આર્મ્સ એક્ટ સહિત અન્ય ગુનામાં ઝડપી પાડી અદાલત સમક્ષ રજૂ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે.આરોપી ગિરીશ સોલંકી વિરુદ્ધ ક્રાઈમ બ્રાન્ચે બીએનએસ 308,351,316,135 એકટ સહિતની કલમો લગાવી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.