કેશોદ શહેરમાં લેઉવા પટેલ મહિલા મંડળ દ્વારા સતત સેવાભાવી પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. સમાજના આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવવા અને સામાન્ય જનતાને ઘરઆંગણે આરોગ્ય સુવિધા મળી રહે તે હેતુસર આજે કેશોદ લેઉવા પટેલ મહિલા મંડળ અને ભારત વિકાસ પરિષદ દ્વારા એક વિશાળ સર્વે રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.આ સર્વ રોગ નિદાન કેમ્પમાં જુનાગઢ અને કેશોદ વિસ્તારના વિવિધ ક્ષેત્રોમાં પ્રખ્યાત એવા કુલ નવ જેટલા નિષ્ણાત ડોક્ટરોએ પોતાની નિસ્વાર્થ સેવાઓ આપી હતી.