કેશોદ: કમોસમી વરસાદને લઈને કેવદ્રા ગામે ખેડૂતો ચિંતિત, સરકાર સામે રોષ વ્યક્ત કર્યો
જુનાગઢ જિલ્લામાં કમોસમી વરસાદના લઈને ખેડૂતોને રાતે પાણીએ રોવાનો વારો આવ્યો છે. કેમકે ખેડૂતોએ તૈયાર કરેલો પાક પર વરસાદ પડતા ખેડૂતોને મોટેપાયે નુકસાન વહેઠવા નો વારો આવ્યો છે ત્યારે ખેડૂતોએ સરકાર સામે પણ રોષ વ્યક્ત કર્યો હતો.