ખાતે શ્રી સંસ્કાર ભારતી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળા ને સુરેન્દ્રનગર જિલ્લાની શ્રેષ્ઠ શાળા તરીકે પસંદ કરવામાં આવતા સમગ્ર વિસ્તાર માટે ગૌરવની લાગણી પ્રસરી છે. આ ગૌરવસભર સિદ્ધિ નિમિત્તે શાળામાં નિષ્ઠાવાન કર્મચારીઓના સન્માન માટે વિશેષ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમારંભમાં આદરણીય આઈ.કે. જાડેજા તથા ડો. મેરુભાઈ ટમાલિયા ની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.