માણાવદર: તાલુકાના માટીયાણા ગામે પાડોશીને માર માર્તા પોલીસ ફરિયાદ નોંધાઈ
માણાવદર તાલુકાના મટીયાણા ગામે રહેતા સરોજબેન ઉપેન્દ્રભાઇ સાબરીયાનો દીકરો ગૌતમ તેમની બાજુમાં રહેતા મુનાભાઇ મશરીભાઇ સાબરીયાના દીકરાને બીવડાવવા માટે ગયેલ હતો આ દરમયાન ઉપેન્દ્રભાઇના સસરા સવજીભાઇ આવી જતા મુનાભાઇ એકદમ ઉશકેરાઇ જઇ ઉપેન્દ્રભાઈના વાળામાથી લાકડનો બટકો લઇ તેને મારવા જતા ઉપેન્દ્રભાઈ વચ્ચે પડતા મુન્નાભાઈએ ઉપેન્દ્રભાઈને ડાબા હાથના કાંડા ઉપર એક ઘા મારી હાથમાં ઇજા કરતા ઉપેન્દ્રભાઈએ માણાવદર પોલીસ સ્ટેશનને ફરિયાદ કરતા પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરી