ચાર દિવસ અગાઉ સમાઘોઘાના વકીલ પર આદર્શ ટાવર નજીક હુમલો કરનાર ત્રણ આરોપીને સ્થાનિક પોલીસે દબોચી લીધા હતા. મુન્દ્રાના બહુચર્ચિત કસ્ટોડિયલ ડેથના કેસમાં સાક્ષી બનેલા વિજયસિંહ પર હુમલો નગરમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો. મુન્દ્રા બાર એસોએ પોલીસમાં આવેદનપત્ર આપી આરોપીઓને ઝડપી લેવાની માંગ કરી હતી. ઘટનાક્રમને પગલે મુન્દ્રા પોલીસે વિજય ટાપરીયા (આદીપુર),હીરજી બારોટ અને દેવાંગ ગઢવી (ભુજપુર) નામક ત્રણ આરોપીને ઝડપી લઈ ઓળખ પરેડ હાથ ધરી હતી