વડોદરા: ભારતીય બેટીઓએ ઈતિહાસ રચ્યો,વુમન્સ ટીમે આફ્રિકાને હરાવી ચેમ્પિયન બનતા માંડવી ખાતે જીતની ઉજવણી
વડોદરા : ભારતની વુમન્સ ટીમે જે રીતે ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને વિશ્વ ચેમ્પિયન બનવાનું સન્માન મેળવ્યું તેનાથી દરેક ભારતીયના મનમાં ખુશીના આંસુ આવી ગયા હતા.વડોદરાના માંડવી ખાતે પણ ક્રિકેટ રસિકો તિરંગા સાથે રોડ પર ઉતરી આવ્યા હતા.અને જીતની ઉજવણી કરી હતી. આ જીત પછી બધા ભારતીય ક્રિકેટ ચાહકોના હૃદય ગર્વથી ભરાઈ ગયા.ભારતીય ટીમે આ જીત સાથે ત્રિરંગો લહેરાવ્યો, અને આ જીતથી આખો દેશ પ્રભાવિત થયો.