કાંકરેજ: વડા ખાતે કાંકરેજ યુવા જાગીરદાર રાજપુત સમાજનો સ્નેહમિલન કાર્યક્રમ જિલ્લા ભાજપ પ્રમુખના અધ્યક્ષ સ્થાને યોજાયો
ઓગડ તાલુકાના વડા ખાતે આજે રવિવારે 12:30 કલાકે શ્રી કાંકરેજ યુવા જાગીરદાર રાજપૂત કેળવણી મંડળ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ કિર્તીસિંહ વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા સાથે સમાજના રાજકીય અને સામાજિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને સમાજમાં શિક્ષણ વ્યસનમુક્તિ અને હોસ્ટેલ બનાવવા સહિતના વિષય ઉપર ચર્ચા કરવામાં આવી હતી.