સુઈગામ: કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેકટર કચેરી ખાતે આપ્યું આવેદનપત્ર
આજરોજ કાંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કલેકટર કચેરી ખાતે વિવિધ માગણીઓને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું. જેમાં હજુ સુધી ખેડૂતોના ખાતામાં સહાય જમા થઈ નથી તેમ જ સરહદી પંથકની કેનાલોમાં સિંચાઈ માટે પાણી આપવામાં આવ્યુ નથી જેવા વિવિધ માંગણીઓને લઈને આવેદનપત્ર આપ્યુ હતું જેમાં સાંસદ ગેનીબેન ઠાકોર સહિત કોંગ્રેસના નેતાઓ આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.