તાલુકાના માનકૂવા ગામે કોડકી રોડ પર આવેલી ક્રિષ્ના સિટી સોસાયટીમાં માનકૂવા પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં આરોપી રામગર ઉર્ફે રામલો સુરેશગર ગોસ્વામીના કબજાના મકાનમાંથી દારૂ પકડાયો હતો. અહીંથી દારૂની નાની-મોટી બોટલ અને ટીન મળી ૫૮૩ નંગ કબજે કરવામાં આવ્યા હતા. જેની કિંમત ૨,૫૦,૬૯૮ આંકવામાં આવી છે. દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવામાં આવેલ ૩ લાખની કેયુવી ગાડી કબજે કરવામાં આવી હતી.